મારી મિત્ર
તને તારા જન્મદિવસ ની ખૂબ શુભેચ્છાઓ, ❤️❤️❤️❤️ આ કઈ લાઇન્સ મેં મારી ડાયરી થી તારા માટે લખું છું તું મારી એક એવી મિત્ર છે, જે દૂર તો છે પણ બધા ના નજદીક કેમ રહેવું એ શીખવાડે છે, તું મને એટલું ઓળખતી નથી પણ લોકો ને કેમ ઓળખવા એ શીખવાડે છે, આપણો સંબંધ કઈ એટલો મજબૂત નથી, પણ જિંદગી માં મુશ્કિલો સામે મજબૂતી થી કેમ ઉભું રહેવું એ શીખવાડે છે આપણે એક બીજા જોડે જમી તો નથી શકતા પણ, કોઈ ભૂખ્યા માણસ ને પ્રેમ થી કેમ જમાડવું એ શીખવાડે છે આપણે જોડે ભણ્યા નથી, પણ કોઈ અજ્ઞાની , નાના બાળક ને કેમ ભણાવું એ શીખવાડે છે એમ તો આપણે એક બીજા ની ચિંતા કરતા નથી પણ કોઈ પોતા ના માણસ ની ચિંતા કેમ કરવી એ શીખવાડે છે આપણી કઈ એવી લાગણી નથી એક બીજા માટે પણ કોઈ ની આપણા થી લાગણી હોય એને કેમ સાચવવુ એ શીખવાડે છે. આમ જોવા જઈએ તો આપણે કાઈ એવા ખાસ મિત્ર નથી પણ કોઈ જોડે દોસ્તી કેમ નિભાવી એ શિખવાડે છે😊😊😊😊 આમ તો મેં ભૂલ નઈ કરવાની પુરી કોશિશ કરી છે તું ચોક્કસ વિચારતી હશે કે મેં કેમ આ બધું ગુજરાતી માં લખ્યું કેમ કે હું જે આ સુંદર શબ્દો શીખી છું એ તારા થી શીખી છું મારી કલમ થી તને એક નાનકડી ભેટ ❤️❤️❤️❤️